Activities

Sports Activities

શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન


ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા ૨૪,૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ શારીરીક શિક્ષણ વિષયના શિક્ષકો માટે બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં ગુજરાતનાં વિવિધ ભાગોમાંથી ૨૪ જેટલા પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિશ્રી હર્ષદ પ્ર શાહ, કુલસચિવશ્રી, યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અશોકભાઇ પ્રજાપતિ અને સ્કૂલ ઓફ ઇનોવેટિવ એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી રણજિતસિંહ પવાર સાહેબ તથા વિદ્યાનીકેતન વિભાગના અધ્યક્ષ શ્રી મીનલબાય જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું સંચાલન શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. શિલ્પાબેન વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષણ વર્ગના પ્રારંભમાં મા. કુલપતિશ્રીએ બાળકના સર્વાંગી વિકાસમાં રમત-ગમતનું મહત્વ તથાય વિદ્યાર્થીજીવનમાં ઉપયોગિતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. કુલસચિવશ્રીએ પ્રસંગોચિત શાબ્દિક સ્વાગત કર્યું હતું. શ્રી રણજિતસિંહ પવાર સાહેબે રમતો દ્વારા શિક્ષણ વિદ્યાર્થીઓને કેવી રીતના મળે તેવું સમજાવ્યું હતું.

SportsDay

International Yoga Day - 2020


ગુજરાત સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના આદેશ મુજબ કોવીડ -૧૯ મહામારીને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પોતાના નિવાસસ્થાને કરવાની હોવાથી 21 જૂન 2020ના રોજ યુનિવર્સિટીના તમામ ૪૫ કર્મચારીઓએ તેમના પરિવારજનો સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગ દિવસ નિમિતે યુનિવર્સિટી દ્વારા સવારે 7:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી લાઇવ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ એક્સપર્ટ વિરલભાઈ રાવલ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદભાઈ પ્ર. શાહ અને સંકલન યુનિ. ના અધ્યાપક ડૉ.શિલ્પા એમ.વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

YogaDay
Other Activities
PG DIPLOMA IN PERENTAL CARE AND EDUCATION" વિષય સંદર્ભે અભ્યાસક્રમ સમિતિની બેઠક મળી

તારીખ 17 જૂન, 2020 ને બુધવારના રોજ સવારે 11 વાગ્યે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કેમ્પસ ખાતે કુલપતિશ્રીની ઓફિસમાં ‘PG DIPLOMA IN PERENTAL CARE AND EDUCATION’ વિષય સંદર્ભે અભ્યાસક્રમ સમિતિની બેઠક મળી હતી, જેમાં સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૧) શ્રી હર્ષદભાઈ શાહ, કુલપતિશ્રી- ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી

૨) શ્રી અશોકભાઈ પ્રજાપતિ- કુલસચિવશ્રી- ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી

૩) પ્રા. ડૉ. શ્રી રાકેશભાઈ પટેલ- કન્વિનર

૪) શ્રી જીતેન્દ્રભાઈ ટિંબલીયા- સુરત ( વિષય નિષ્ણાત)

૫) શ્રી સુરેશભાઈ પ્રજાપતિ- અમદાવાદ ( વિષય નિષ્ણાત)

meeting

SSIP cell

CHILDREN’S UNIVERSITY – GANDHINAGAR

About SSIP

Children’s University is a State University established in 2009. Inspiration behind the establishment of this Unique University was the then Chief Minister and the present Prime Minister of India Shri Narendra Modi. He gave the motto “Every Child Matters” which has now become the vision of this University.

The vision of Children’s University is to make the children future leaders by instilling in them the virtuous blend of modern knowledge and spiritual knowledge and thereby develop Individuals who can compete at the global level while still have their minds deeply rooted in their culture and heritage. There are currently seven schools and eleven departments formulated in this University. The University has also introduced 35 academic courses which have been designed keeping in mind the holistic development of not just students, but also the parents /guardians and several other categories of learners.

The Motto of the University is तेजस्वीबालक:तेजस्वीभारत।

Children’s University received a fund of 20 lakh in the year 2020-21. This fund will be utilized in various SSIP activities under SSIP like Sensitization programs to make students aware about student start-up innovation policy, its necessity, and benefits, Students are motivated for quality research activities in terms of sanctioning quality POC projects/prototypes and filling the patents for their quality work. IPR awareness activity and sessions and workshops related to research and innovation are organized frequently at Children’s University, Gandhinagar. Recently introduces 13 toy innovation challenges to support start-ups and entrepreneurs to develop innovative “toys and games, for India and of India” to meet domestic demand and increase its share in the global toy business, estimated at Rs 7 lakh crore.

Toy Innovation Challenges

Application form

Flag Hoisting

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી


ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટીના પ્રાંગણમાં સોનેરી સવારના ૯.૦૦ કલાકે મા. કુલપતિશ્રી અને આમંત્રિત મહેમાનશ્રી અમૃતભાઈ પટેલ અને મહાનુભાવોના વરદ હસ્તે ધ્વજરોહણ તથા સામૂહિક રાષ્ટ્રગાન અને ઝંડાગીત સાથે ગણતંત્ર દિવસની ઉજવણીનો પ્રારંભ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, તપોવન કેન્દ્રોની નવનિયુક્ત પરામર્શક અને ફિલ્ડવર્કર બહેનો, બાલભવનના રમકડાંના દાતાશ્રીઓ દરેક વિભાગના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. ત્યારબાદ મા. કુપલપતિશ્રી દ્વારા આમંત્રિત મહેમાનનું પુસ્તક-પુષ્પ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના મા. કુલસચિવશ્રી દ્વારા મા. કુલપતિશ્રી, આમંત્રિત મહેમાન તથા ઉપસ્થિત રહેલ તમામનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓશ્રી પોતાના વક્તવ્યમાં યુનિવર્સિટીના વિકાસમાં ફાળો આપનાર પ્રત્યેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો. આમંત્રિત મહેમાનશ્રી અમૃતભાઈ પટેલે ભારતને સ્વતંત્રતા અને બંધારણીય હક્કો અપાવનાર વીર પુરુષોને યાદ કર્યા તથા સંપ્રદાય ભેદ, ભાષાભેદ વગેરે ભૂલી દરેકે માનવધર્મ અપનાવવા માટેની અપીલ કરી.

RepublicDay

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ


ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા તારીખ 15 ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી જે. બી. વોરા સાહેબ , શ્રી પ્રવિણભાઈ વાટલિયા સાહેબ, તેમજ યુનિવર્સિટીના દરેક કર્મચારી યુનિવર્સિટી પર ઉપસ્થિત રહ્યા હતા.સવારે ૯.૦૦ કલાકે અતિથિ વિશેષ મા. જે. બી. વોરા સાહેબ, મા. વાટલીયા સાહેબ, તેમજ યુનિવર્સિટીના મા. કુલપતિશ્રી શ્રી હર્ષદભાઈ શાહ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને મા. કુલપતિશ્રી તેમજ મા. કુલસચિવશ્રીએ મહેમાનોનું સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કર્યું હતું. હાલની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે યુનિવર્સિટીના ૨૦(વીસ) જેટલા વિદ્યાર્થીઓ તેમજ કર્મચારી કે જેઓ એ કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવી હતી. તેઓનું સન્માન સ્મૃતચિહ્ન અને પ્રમાણપત્ર આપી મહેમાનશ્રી, કુલપતિશ્રી તેમજ કુલસચિવશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના સંગીતવૃંદ દ્વારા એક દેશભક્તિ ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

IndependanceDay

'હર ઘર તિરંગા' અભિયાનનો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીથી પ્રારંભ દુનિયાના સૌથી મોટા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ પહેલ કરી છે : શ્રી જીતુભાઈ વાઘાણી


ભારતે ઓગસ્ટ 1947માં આઝાદી પ્રાપ્ત કરી તે ઐતિહાસિક અને રાષ્ટ્રીય ઘટનાને બહુ મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે લઈ આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં અનેક પ્રકારના રચનાત્મક કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણી વર્ષની શરૂઆતથી જ થઈ રહી છે. દેશના લોકોમાં રાષ્ટ્રપ્રીતિ અને રાષ્ટ્રભક્તિને જગાડતું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું એક ઉમદા અભિયાન 'હર ઘર તિરંગા'ને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ રચનાત્મક અભિગમ તરીકે લઈ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની બહારની દિવાલ પર 561 ફૂટનો લાંબો તિરંગો તૈયાર કર્યો હતો. જેને ખૂબ જ સારો જન પ્રતિસાદ મળતા આજે તારીખ બીજી ઓગસ્ટના રોજ આ ઉત્સવ યાત્રાનો ગુજરાત ભરમાં પ્રચાર પ્રસાર થાય તે માટે ‘હર ઘર તિરંગા’ નામે એ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિયાનનો પ્રારંભ ગુજરાતના કેબિનેટ શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કરાવ્યો હતો. તેમણે આ અભિયાનમાં ઉપસ્થિત રહી સૌપ્રથમ ભારત માતાની પ્રતિમાનું પૂજન કર્યું હતું અને ભારતના સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ નિર્માતા પીંગલી વેંકૈયાજીને યાદ કર્યા હતા. સાથે હર ઘર તિરંગા અભિયાનને જનજન સુધી લઈ જવાની જવાબદારી વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈની છે તેમ જણાવી ઉપસ્થિત સૌને આ અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ગુજરાતમાં સૌપ્રથમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીથી આ અભિયાનનો પ્રારંભ કરાવવા બદલ દૃષ્ટિવંત કુલપતિ ડો. હર્ષદ પટેલને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણના અગ્રસચિવ શ્રી હૈદર સાહેબ અને યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદ પટેલ સાથે યુનિવર્સિટીનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદીએ ‘મન કી બાત’માં કરેલા દિશાનિર્દેશ અનુસારયુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં તિરંગો મૂકી આ અભિયાનને ઉત્સાહભેર આગળ વધાર્યું છે અને અન્યને પણ આ પ્રકારે આ અભિયાનને આગળ વધારવા માટેની પ્રેરણા પૂરી પાડી છે.

Hargartiranag
Hargartiranag

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા પ્રથમ યુવક મહોત્સવ- ૨૦૨૨ ‘અમૃતરંગ’નું ભવ્ય આયોજન થયુ


ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરમાં તા. ૧૭/૦૯/૨૦૨૨ અને શનિવારના રોજ યુનિવર્સિટી કક્ષાનો સૌપ્રથમ યુવક મહોત્સવ "અમૃતરંગ" ના શીર્ષક હેઠળ ઊજવાયો હતો. આજરોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોવાથી આ કાર્યક્રમની વિશિષ્ટ રીતે ઊજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત કલાયાત્રા દ્વારા કરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટીનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. કલાયાત્રામાં યુનિવર્સિટીના અલગ-અલગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અર્થ સભર વેશભૂષા દ્વારા રાષ્ટ્રીય અસ્મિતાને ઊજાગર કરતી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારબાદ, ઉદ્ઘાટન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મા.કુલપતિશ્રી, પ્રખ્યાત શિક્ષણવિદ એવા ડૉ. હર્ષદભાઈ પટેલ દ્વારા પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં યુવા પ્રતિભાનું પ્રકટીકરણ કરવા આવા મહોત્સવનું વિશિષ્ટ મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે તમામ વિદ્યાર્થીઓને આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્ઘાટન સત્રમાં અતિથિ વિશેષ તરીકે જાણીતા સાહિત્યકાર ડૉ. કેશુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તેમના ઉદ્બોધનમાં કલા, સાહિત્ય અને સંગીતનું જીવનમાં અનેરું મહત્ત્વ છે એવી વાત સુંદર રીતે સમજાવી હતી.આ સત્રમાં અગિયાર જાન્યુઆરી 2023 થી યોજાનાર અન્ડર 11 એથ્લેટીક્સમીટનું પોસ્ટર મહેમાનોની ઉપસ્થિતિમાં આદરણીય કુલપતિશ્રીના વરદ હસ્તે ખૂલ્લું મુકવામાં આવ્યું હતું, જેમાં અગિયાર ઈવેન્ટ્સ માટે અગિયાર લાખના ઇનામો આપવામાં આવશે. ઉદ્ઘાટન સત્ર બાદ વિવિધ સ્પર્ધાઓ શરુ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં પાંચ ધારા અંતર્ગત કુલ અગિયાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કીટ, માઈમ, જૂથચર્ચા, કાવ્યપઠન, વક્તૃત્વ, રંગોળી મેકિંગ વગેરે આવરી લેવામાં આવી હતી. સમાપન સત્રમાં તમામ વિજેતા વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના સંયોજકની જવાબદારી ડૉ. પ્રશાંત પટેલ અને ભૈરવી દીક્ષિત દ્વારા વહન કરવામાં આવી હતી.

amrutrang
amrutrang
amrutrang

શ્રી પ્રકાશ જાવડેકરજી દ્વારા 'મોદી@ ૨૦' પુસ્તકનું સત્ત્વપાન


ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીઅનેIITE, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાતેરમા સ્થાપના દિવસની ઉજવણીઅને 'મોદી@ ૨૦' પુસ્તકનું સત્ત્વપાન રવિવાર, ૩૧જુલાઈના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૩.૦૦ કલાક દરમિયાનયોજાયું. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીતથા અતિથિ વિશેષ તરીકે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના એક વિશેષ આકર્ષણમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીએઉપસ્થિત રહી શ્રોતાઓ સમક્ષ 'મોદી@ ૨૦' પુસ્તકનું સત્ત્વપાન કરાવ્યું હતું. આ ઉપરાંતકાર્યક્રમમાંયુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. હર્ષદ પટેલ દ્વરા આમંત્રિતઅન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, ગણમાન્યમહેમાનો અને યુનિવર્સિટીનો તમામ શૈક્ષણિક-વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

amrutrang
amrutrang
amrutrang
amrutrang

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા A Tour for Advanced Study (ATAL)શીર્ષક હેઠળ શૈક્ષણિક પ્રવાસ યોજાયો.


ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મા. કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલની પ્રેરણાથી A Tour for Advanced Study (ATAL)શીર્ષક હેઠળ સાપ્તાહિક શૈક્ષણિક પ્રવાસનું આયોજન તા.૧૮/૦૯/૨૦૨૨ થી તા. ૨૫/૦૯/૨૦૨૨ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ દિલ્લી સ્થિત શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર કાર્ય કરતી મહત્ત્વની સંસ્થાઓની મુલાકાત લઈ તેની કાર્યપ્રણાલીનો અભ્યાસ કરવાનો તેમજ તેના કાર્યક્ષેત્રને સમજી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની ક્ષિતિજનો વિસ્તાર કરવાનો હતો. આ પ્રવાસમાં યુનિવર્સિટી સ્ટાફના કુલ ૫૨ સભ્યો જોડાયા હતા. આ પ્રવાસના પ્રથમ બે દિવસ રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (NCERT), દિલ્લીના સંકુલમાં પસાર થયા હતાં, જે દરમિયાન યજમાન સંસ્થાના વિવિધ વિભાગો સાથે સંકળાયેલા અધ્યાપકો દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી સંસ્થાની કાર્યપ્રણાલીની સમજ આપવામાં આવી હતી. જેમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)માં ભૂમિકા,પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં પરિવર્તન માટે સંકલન, સમાવેશી શિક્ષણ, શિક્ષણમાં નવીન પ્રયોગો અને તેમાં પ્રોત્સાહક યોજનાઓ જેવા વિભિન્ન મુદ્દાની વિગતવાર સમજ આપવામાં આવી હતી. વધુમાં, NCERT સંસ્થા દ્વારા એક વિશિષ્ટ સત્રનું પણ આયોજન થયું હતું,જેમાં ભારત સરકારશ્રીના સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સુશ્રી. ડૉ. અનિતા કરવાલ, અધિક સચિવ, સુશ્રી. સ્વીટી ચાંગસન, ચિલ્ડ્રન્સયુ નિવર્સિટીના કુલપતિશ્રી મા.ડૉ.હર્ષદભાઈ પટેલ, યજમાન સંસ્થા NCERT ના નિયામકશ્રી ડૉ. દિનેશ પ્રસાદ સકલાની અને નેશનલ બુક ટ્રસ્ટના પ્રમુખ શ્રી જી. પી. શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રમાં NEP 2020 ના અનુસંધાને તૈયાર થઇ રહેલા પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ અંગે ભવિષ્યમાં કેવી તૈયારી કરવાની રહેશે અને તેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની ભૂમિકા શું હોઈ શકે તે અંગે ચર્ચા થઈ હતી. ભવિષ્યમાં શિક્ષણનીતિ અંગે વ્યાપક સ્તરે સમુદાયને શિક્ષિત કરવા પડશે જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની ચાવીરૂપ ભૂમિકા રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને પ્રશાસન સંસ્થાન (NIEPA)ની મુલાકાત લેવામાં આવી હતી. યુનિવર્સિટીનાઅધ્યાપકોને આ સંસ્થાની કાર્યપદ્ધતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. નીતિ નિર્ધારણ અંગે કેવા પ્રકારના સંશોધનો કરવાની આવશ્યકતા રહે છે તે વિશે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની નીતિ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શું યોગદાન આપી શકે તેના પર વિચાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદ (NCTE)માં સંસ્થાના સભ્ય સચિવ સુશ્રી. કેસાંગયાંગજોમશેરપા તથા સંસ્થાના વિવિધ કાર્યકરો દ્વારા સંસ્થાના કાર્યક્ષેત્રનો પરિચય આપવામાં આવ્યો હતો. NMM, ITEP, NPSTજેવા મહત્ત્વના વિષયો અંગેના વિષયો પર માહિતી આપવામાં આવી હતી. યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પૂછાયેલા પ્રશ્નોનું સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પુસ્તક ન્યાસ (NBT) અને ભારતીય સામાજિક વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICSSR)ની મુલાકાત દરમિયાન યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા બંને સંસ્થાઓની પાયાગત બાબતો સમજવાનો પ્રયત્ન થયો હતો.NBTમાં બાળસંબંધી પુસ્તકો અને તેના પ્રકાશન અંગેની વિગતો સમજવામાં આવી હતી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર થતા સાહિત્યને રાષ્ટ્રીય ફલક પર રજૂ કરવા આ સંસ્થાનો સહયોગ મેળવવા અંગેનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. ICSSR,નવી દિલ્લી ખાતે આયોજિત સત્રમાં અધ્યાપકોને સંશોધન કાર્ય માટે અપાતા અનુદાન વિશેની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. યુનિવર્સિટીના અધ્યાપકો પોતાના ક્ષેત્રમાં સંશોધન કાર્યો કરવા પ્રોત્સાહન મળી રહે તે માટે આસંસ્થા કેવી રીતે ઉપયોગી બની શકે તેની પણ સમજણ સંસ્થાના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.સંસ્થાના સભ્ય સચિવ પ્રો. વી.કે.મલ્હોત્રા દ્વારા ચિલ્ડ્રન્સયુનિવર્સિટીના દર્શન અને ધ્યેયની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે બાળવિકાસ અને બાળઉછેર એ ભારતમાં થોડા ઘણાં અંશે વણખેડાયેલું ક્ષેત્ર છે આથી આ ક્ષેત્રમાં વધુમાં વધુ સંશોધનો થાય તે આવકાર્ય છે જેમાં આ સંસ્થા શક્ય તમામ સહયોગ કરશે એવી વાત રજૂ કરી હતી. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) સંસ્થાની મુલાકાત પણ લીધી હતી. જ્યાં આ સંસ્થા કયા કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. NSDC અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વચ્ચે થયેલાMoUસંદર્ભે રમકડાં ક્ષેત્રેસાથે મળીને કેવાં પરિવર્તન લાવી શકાય તેની વાત કરવામાં આવી હતી. પ્રવાસ દરમિયાનયુનિવર્સિટીના સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી સંસ્થા (NIOS)ની મુલાકાત લેવામાં આવી હતી.NIOSનાચેરમેન પ્રો. સરોજ શર્મા દ્વારા યજમાન સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો. નવી શિક્ષણનીતિ અંગે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બદલાયેલાંપરિમાણોને ધ્યાને લેતાબંને સંસ્થાઓ સાથે મળી શુંકામ કરી શકે તે અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સ્ટાફે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી એવા ડૉ. મનસુખ માંડવિયાજીની સૌજન્ય મુલાકાત લીધી હતી.ડૉ. માંડવિયાજીએ યુનિવર્સિટીના અધ્યાપકો સાથે વિગતે સંવાદ કર્યો હતો.વધુમાં, સ્ટાફે આ ઉપરાંત પ્રધાનમંત્રી સંગ્રહાલય, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્ર, રાષ્ટ્રીય બાળભવન જેવી સંસ્થાઓની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ તમામ સંસ્થાઓમાં ગૂથાયેલાં નવીન વિચારો, આદર્શો, વ્યવસ્થાઓ વગેરેનો ઝીંણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો જેના કારણે યુનિવર્સિટીના દર્શનને સાકાર કરવામાં ઘણી બધી દિશાઓનો ઉઘાડ થયો હતો. આ પ્રવાસના કારણે વિવિધ સંસ્થાના શૈક્ષણિક અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે શૈક્ષણિક વાર્તાલાપ તેમજ સંસ્થાગત માહિતીનું આદાન-પ્રદાન થયું હતું જેના કારણે યુનિવર્સિટીના કાર્યકર્તાઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થવા પામી હતી. આ શૈક્ષણિક યાત્રા તા.૨૫/૦૮/૨૦૨૨,રવિવારના રોજ સંપન્ન થઈ હતી. આ સમગ્ર પ્રવાસનું સંકલન ચિલ્ડ્રન્સયુનિવર્સિટીના સંશોધન કેન્દ્રના નિયામકશ્રી પ્રો.સંજય ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.

amrutrang
amrutrang
amrutrang
amrutrang
amrutrang

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના 'વાલી સંવાદ' કાર્યક્રમમાં માતાપિતા સાથે બાળઉછેરની શ્રેષ્ઠ રીતો અંગે વાર્તાલાપ થયો.


18 ડિસેમ્બર 2022: ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં આજે શિશુનિકેતનમાં ભણતાં બાળકોનાં માતા-પિતા માટે ખાસ 'વાલીસંવાદ' કાર્યક્રમનું આયોજન થયું. કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને બાળકોનાં શ્રેષ્ઠ ઘડતર માટે તેમની સાથે કેવો સંવાદ કરવો, તેમના માટે કેવાં પ્રકારના રમકડાંની પસંદગી કરવી તેમજ શિશુનિકેતનમાં બાળકોને કરાવવામાં આવતી પ્રવૃતિઓ અને તેના મહત્વ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત વાલીઓ તેમજ બાળકો માટે અનેકવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા આ પ્રસંગે કુલપતિશ્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, અમે પણ આ બાળકોના વાલી છીએ. અમારું પ્રબોધન તમારી સાથે સંવાદ થકી થઈ શકે. દરેક માતા-પિતા ઈચ્છે કે, તેમના બાળકોને કોઈ તકલીફ ન પડે.અત્યારના બાળકોએ સ્માર્ટફોનની દુનિયા જોઈ છે, પણ તેના પહેલાં કેવી વ્યવસ્થા હતી, તેની કલ્પના કરી શકતા નથી. તેના માટે બાળક સાથે વધુમાં વધુ સમય વિતાવવો જ રહ્યો ! વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એક બાળક પાંચમાં ધોરણમાં સાયકલ શીખે છે, કોઈ બાળક છઠ્ઠા ધોરણમાં સાયકલ શીખે છે. પણ નવમા ધોરણમાં બંનેની સાયકલ ચલાવવાની તજજ્ઞતા હશે, તે બંનેની સરખી હોઈ શકે છે. આપણા બાળકને જલદી બધું જ આવડી જવું જોઈએ તેવું ન માનવું. દરેક બાળક સ્વ ગતિથી શીખે છે. આ ઉપરાંત તેઓએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ક્રેડિટ પોલિસી અંગે માતા-પિતાને માહિતગાર કર્યા હતા. અને 0 થી 3 વર્ષ સુધીના બાળકો માટે આગામી સમયમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કામ હાથ ધરશે તેવો સંદેશો પણ આપ્યો હતો. કુલપતિ શ્રી દ્વારા યુનિવર્સિટીના ચિત્રકાર શ્રી બિપિન સથવારા દ્વારા દોરવામાં આવેલાં સુંદર ચિત્રોની ભેટ ઉપસ્થિત તમામ બાળકોને આપવામાં આવી હતી. ટોય ઇનોવેશન ડિપાર્ટમેન્ટના હર્ષુલ બ્રહ્મભટ્ટ દ્વારા 'રમકડા અને બાળકનો વિકાસ' વિશે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બાળકની વિચારવાની શક્તિ વધારતા રમકડાં વિશે વિગતે વાત કરવામાં આવી હતી. બાળકોને એકસાથે ઢગલાબંધ રમકડાંના બદલે માત્ર એક રમકડું જ રમવા માટે આપવું એવી ટકોર કરી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ શિશુ પરામર્શનના અધ્યક્ષ ડૉ. રૂપમબહેન ઉપાધ્યાય દ્વારા શિશુનિકેતનમાં બાળકોને કરાવવામાં આવતી પ્રવૃતિ પાછળનું શું કારણ હોય છે, તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રવૃતિઓમાં માતા-પિતાની શું ભૂમિકા હોય છે, તે અંગે વાલીઓ સાથે ચર્ચા કરી હતી. વિદ્યાનિકેતન વિભાગ અધ્યક્ષ ડૉ. કૃણાલ પંચાલ દ્વારા વાલીઓને ફુગ્ગાની મજેદાર રમત રમાડવામાં આવી હતી. ફુગ્ગાની જેમ દરેક બાળક પણ અલગ છે, અને તેને યોગ્ય માવજતનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓએ સંશોધનના ભાગ સ્વરૂપ મોબાઈલ અસર માપદંડ અને રમકડાં પસંદગી માપદંડ પર પોતાના પ્રતિચારો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સંયોજક દિવ્યાબહેન રાવળ રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મનીષાબહેન પરમાર, જલ્પાબહેન તથા ભૂમિકાબહેન સોનીએ જહેમત ઉઠાવી હતી. હર્ષલ મકવાણા હેડ, પબ્લિકેશન & પબ્લિક રિલેશન બ્રાન્ચ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર

amrutrang