શિશુ પરામર્શન કેન્દ્ર વિશે
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અંતર્ગત ચાલતા તપોવન સંશોધન કેન્દ્રો થકી ગર્ભાધાન પૂર્વેથી અને ગર્ભાવસ્થા દરમિયાન માતાને અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શિશુના જન્મબાદ પણ માતા-પિતા તેમજ પરિવારજનો શિશુની સંપૂર્ણ કાળજી લઇ શકે, બાળઉછેરને લગતી વિવિધ મૂંઝવણો દૂર કરી શકે તે હેતુથી શિશુ પરામર્શન કેન્દ્ર ૨૩ જાન્યુઆરી ૨૦૧૭થી કાર્યરત છે. જન્મથી લઇને પાંચ વર્ષ સુધી બાળક અવલોકન, અનુકરણ અને અંતઃદ્રષ્ટિ દ્વારા શીખે છે. બાળક પોતાની આસપાસના વાતાવરણ, વર્તન અને વ્યવહારનું ખૂબ જ ઝીણવટભર્યું અવલોકન કરે છે. પરિવારજનો જેવું બોલે છે અને કરે છે તેવું જ બાળકો બોલે છે અને કરે છે. પ્રત્યેક શિશુ માટે પરિવારજનો સ્વયં આદર્શરૂપ બને, ખાસ કરીને માતા-પિતા. શ્રેષ્ઠ બાળકની પ્રાપ્તિ માટે માતા-પિતાનું જીવન, તેમની લાગણીઓ અને તેમનાં વર્તન-વ્યવહાર પણ યોગ્ય હોવાં જોઇએે. માતા જેટલી પોતાના બાળકમાં ઓતપ્રોત રહેશે, અને જેટલો વધુ પ્રેમ અને સમય આપશે એટલું બાળક વધુ સંવેદનશીલ, બુદ્ધિશાળી અને શારીરિક અને માનસિક દ્રષ્ટિએ મજબૂત બનશે.
શિશુ પરામર્શન કેન્દ્રની સંકલ્પના -
- શિશુના શારીરિક, માનસિક, પ્રાણિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ અંગેનું કેન્દ્ર.
- શિશુના ત્રણ વર્ષ સુધીના સંસ્કારો અંગે માર્ગદર્શન અને સમજણ.
- શિશુના યોગ્ય ઉછેર સંબંધી માર્ગદર્શન.
- પરિવારના સ્વસ્થ વાતાવરણ તેમજ ભાવાવરણ સંબંધી માર્ગદર્શન.
- શિશુ-વિકાસને લગતાં ઉત્તમ સાહિત્ય અંગેનું માર્ગદર્શન કેન્દ્ર અને પ્રાપ્તિસ્થાન.
શિશુ પરામર્શન કેન્દ્રના હેતુઓ -
- જન્મથી ત્રણ વર્ષ સુધીના શિશુઓની માતાઓને માર્ગદર્શન પૂરું પાડવું.
- બાળવિકાસના તબક્કાનુસાર બાળકની જરૂરિયાત સંદર્ભે માર્ગદર્શન આપવું.
- સ્વસ્થ, પ્રસન્ન અને શાંતિમય પરિવારના નિર્માણ માટે માતા-પિતા તેમ જ પરિવારજનોને માર્ગદર્શન આપવું.
- ગ્રામીણ વિસ્તારની ધાત્રી માતાઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવું.
- બાળવિકાસના વિવિધ પાસાંઓ અંગે સંશોધનો કરી તેના તારણોને અનુરૂપ માતાપિતાને માર્ગદર્શન આપવું.
- બાળકની વિવિધ સમસ્યાઓ અંગે સંશોધનો કરી તેના આધારે માતા-પિતાને માર્ગદર્શન આપવું.
- ધાત્રી માતાઓની સમસ્યાઓ અંગે સંશોધનો કરી તારણોના આધારે માતા-પિતા તેમ જ પરિવારજનોને માર્ગદર્શન આપવું.
- પરિવારની જીવન શૈલી, બાળઉછેર તેમ જ શિશુવિકાસના આયામો વચ્ચેના પારસ્પરિક સંબંધો અંગે સંશોધનો અને તેના તારણોના આધારે પરિવારજનોને માર્ગદર્શન પૂરું પાડવું.
Programs Offered:
ક્રમ |
સમય (મિનિટમાં) |
વિગત |
પ્રવૃત્તિ |
પ્રવૃત્તિથી થતાં લાભ |
૧ |
૧૦ |
પ્રાર્થના |
નિત્ય પ્રાર્થના |
મનની શાંતિ |
૨ |
૨૦ |
સંગીત |
પ્રભાતિયાં/ભજન/ ધૂન/હાલરડાં |
- ભારતીય સંસ્કૃતિથી પરિચય કેળવે
- શબ્દભંડોળમાં વધારો
- માતા અને બાળક સાથેનું તાદાત્મ્ય વધે
- સંગીતના સૂર અને તાલથી પરિચય
- મન શાંત અને પ્રફુલ્લિત થાય |
૩ |
૫ |
શ્લોક |
થીમ આધારિત |
- સંસ્કૃત ભાષા પ્રત્યે થાય
- ઉચ્ચારણ સ્પષ્ટ બને
-સંગીતમય શ્લોક ઉચ્ચારણથી શાંતિ મળે
- હકારાત્મક ઊર્જા મળે |
૪ |
૧૦ |
યોગાભ્યાસ / મુદ્રા/ પ્રાણાયામ |
નિયમિત |
-શરીર સ્ફૂર્તિલું બને, મનની એકાગ્રતા વધે
- શરીર સુડોળ બને
-પ્રાણાયામ દ્વારા અનેક રોગોથી રક્ષણ |
૫ |
૨૦ |
બાળકના વિકાસક્રમ મુજબ બાળકના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિ |
બાળકની વય મુજબ |
-શારીરિક, માનસિક , ભાવનાત્મક, આધ્યાત્મિક અને સામાજિક વિકાસ |
૬ |
૫ |
બાળગીત |
નિયમિત |
-કલ્પના શક્તિનો વિકાસ શબ્દભંડોળ વધે
- નવી – નવી વસ્તુઓથી પરિચીત થાય |
૭ |
૨૦ |
બાળઉછેર સંદર્ભે માતાપિતાને માર્ગદર્શન |
માતાપિતાના પ્રશ્નો આધારિત અથવા કેન્દ્ર સંયોજકના અવલોકન આધારિત |
-માતા-પિતાને બાળકના સમગ્રલક્ષી વિકાસની માહિતી મળે
-અન્ય બહેનો સાથેના પરિચયથી નવી બાબતો જાણવા મળે |
Dr. Rakeshkumar R. Patel
Associate Professor (Sanskrit)
Director, School of Child, Youth and Family development
HOD, Department of Prenatal care and Education
HOD, Department of Toddler Education
Ms. Divyaben Kantilal Raval
Higher Secondary Teacher ( Psychology)
Department of Toddler Education
School Of Child, Youth and Family Development