ગુજરાતી વિભાગ વિશે થોડુંક...
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કેન્દ્રવર્તી વિચારને વધુ કાર્યાન્વિત કરવા માટે વર્ષ, ૨૦૨૦થી સ્કૂલ ઑફ લેન્ગવેજ અને લિંગ્વિસ્ટિક્સ અંતર્ગત ગુજરાતી વિભાગનો આરંભ કરવામાં આવ્યો છે. આપણી અત્યારની શૈક્ષણિક પરંપરાથી થોડા વિશિષ્ટ બનીને ગુજરાતી વિષય દ્વારા સાહિત્ય, સમાજ, રાષ્ટ્રનું ઉત્તમ ઘડતર કરી શકે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકોનું નિર્માણ થાય તેવા ઉમદા ભાવ સાથે વિભાગનો આરંભ થયો છે. આપણે ત્યાં બાળસાહિત્ય અને તેના વિકાસ માટે સમયે-સમયે ચિંતા પ્રગટ કરવામાં આવી છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યનો જે રીતે વિકાસ થવો જોઈએ તે થયો નથી. આપણે ત્યાં મજબૂત રાષ્ટ્રના કેન્દ્રમાં બાળકની સંકલ્પના કરવામાં આવી છે. જો બાળકનું બાળપણ ઉત્તમ કથા, કાવ્યો, સાહિત્યના સંસર્ગમાં પસાર થાય તો બાળકનું સરસ મજાનું ઘડતર થઈ શકે તે વાત નિર્વિવાદ છે. માટે આપણે ત્યાં બાળસાહિત્યનું ઉત્તમ સર્જન થાય, વિકાસ થાય તે માટે આ વિભાગ કાર્ય કરશે. આ માટે થઈને શિક્ષણ, સંશોધન અને પ્રકાશન એવા મુખ્ય ત્રણ પાસાંઓ પર ભાર મુકાશે. વિભાગના આ ત્રણ પાસાંને સાકાર કરવા આ વર્ષથી જ એમ.એ. ગુજરાતી (બાળ અને બાળસાહિત્ય વિદ્યાશાખા) નો આરંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતભરમાં બાળ, બાળસાહિત્યને કેન્દ્રસ્થ કરીને તૈયાર થયેલો આ એકમાત્ર અભ્યાસક્રમ છે. જેમાં પદવી તો ગુજરાતી ભાષાસાહિત્યની પ્રદાન થશે પણ વિદ્યાર્થીને બાળ અને બાળસાહિત્યના અભ્યાસનો વિશેષ લાભ મળશે. પરિણામે આપણે ત્યાં બાળસાહિત્યની દિશામાં સર્જન કરી શકે, અભ્યાસ-સંશોધન કરી શકે તેવી એક નૂતન પેઢીનો ઉદય થશે. ગુજરાતી સાહિત્યમાં, બાળસાહિત્યમાં સંશોધન થાય તે માટે વિભાગમાં અનુસ્નાતક અને પીએચ.ડી.ના અભ્યાસક્રમોનો પણ આરંભ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓમાં શુદ્ધ ભાષા પ્રત્યેનો ઉત્કૃષ્ટ અભિગમ કેળવાય તે માટે ગુજરાતી પ્રૂફરીડિંગનો એક પ્રમાણપત્ર અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આમ, વિશ્વની અજોડ એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના આ વિશિષ્ટ અભ્યાસક્રમો દ્વારા ગુજરાતી ભાષાસાહિત્યનું અને ગુજરાતની આવનાર પેઢીનું ઉત્તમ ઘડતર થાય તે માટે વિભાગ પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેશે.
ગુજરાતી વિભાગની વિશેષતાઓ :
- માતૃભાષા એ કોઈ પણ વ્યક્તિની જ્ઞાનચેતનાનો મૂળ આધાર છે. તેથી ગુજરાતી કુટુંબના પ્રત્યેક બાળકને તેની બાલ્યવસ્થાથી જ સબળ અને સક્ષમ રીતે માતૃભાષાનું શિક્ષણ મળી રહે તે આ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ સુનિશ્ચિત કરશે.
- કક્ષતિરહિત ઉત્તમ પુસ્તકો અને ઉત્તમ જ્ઞાનવર્ધક સામગ્રીનું સંપાદન અને પ્રકાશન કરી બાળકોને તે ઉપલબ્ધ કરાવવામાં આ યુનિવર્સિટી નિમિત્ત બનશે.
- જે તે ભાષા સાથે તેનો સાંસ્કૃતિક વારસો પણ અવિનાભાવે સંકળાયેલો હોય છે. તેથી ગુજરાતી ભાષાના જતન નિમિત્તે તેનો સાહિત્યિક, સામાજિક, ધાર્મિક, રાજનૈતિક વારસો ભાવિ પેઢીમાં સંક્રાન્ત થાય તેવા ધીર- ગંભીર પ્રયત્નો આ વિભાગ દ્વારા કરવામાં આવશે.
- સ્વ-ભાષા પરત્વે ગુજરાતી સમાજમાં ઘટી રહેલી લોકનિષ્ઠાને પુન: પ્રતિષ્ઠિત કરવાના તમામ પ્રયત્નો આ વિભાગ તરફથી કરવામાં આવશે.
- બાળકનું પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં જ થાય કે જેથી વ્યક્તિ અને ભાષા એકબીજાના વિકાસમાં પૂરક બની રહે તે માટે સામાજિક ચેતના જાગૃત કરવાનું કામ યુનિવર્સિટી કક્ષાએ થશે.
Courses Offered:
અભ્યાસક્રમનું નામ
|
પ્રવેશ લાયકાત
|
સમયગાળો
|
અભ્યાસ ફી
|
પુરુષ
|
મહિલા
|
Ph.D.
|
M.A- GUJARATI
|
6 SEM
|
10,000
|
7500
|
M.A.
|
B.A.-GUJARATI
|
4 SEM
|
2250
|
1800
|
PROOF READING
certificate course
|
STD.10 અને સમકક્ષ
|
6 MONTH
|
1500
|
1150
|
પ્રવેશ અને અન્ય વિગત માટે યુનિવર્સીટીને વેબસાઈટ www.cugujarat.in ની મુલાકાત લેવા વિનંતી છે.
સંપર્કસૂત્ર :
- ભાવેશ જેઠવા : 9428014539
- સંજય પટેલ : ૯૯૨૫૭૯૮૪૦૫
- પ્રશાંત પટેલ : ૯૨૬૫૭૨૫૭૫૦
Director, School of language & linguistics
HOD, Department of Gujarati
Semester
|
Download
|
Semester - 1(PROOF READING)
|
Click Here
|